મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજ્યા હતા તેવા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી (1896-1947)નું મેધાવી અને બહુમુખી વ્યક્તિત્વ હતું. સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંય-સેનાની, પત્રકાર, સમાજ-સુધારક, વિચારક, વક્તા, ગાયક.
કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયો પર 25 વર્ષના ટૂંકા ગાળામાં, તેઓએ 100 જેટલાં પુસ્તકો લખ્યાં....
તેઓના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભક્તિના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. તેમણે રચેલાં શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંય-સંગ્રામમાં સામેલ થઈ ગયા હતા. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર ગભરાઈ ગઈ હતી. તેઓને કારાવાસની સજા પણ થયેલી.
લોકસાહિત્ય ક્ષેત્રે તેઓએ ‘ધૂળ-ધોયા’નું ભગીરથ કાર્ય કર્યું. તેઓએ પગપાળા તેમ જ ઘોડા, ઊંટ, બળદગાડામાં પરિભ્રમણ કરતાં કરતાં, ગામડાં અને નેસડા, ડુંગરા અને નદી-નેરાં ખૂંદ્યાં. તે વખતે લગભગ નાશ પામી ચૂકી હતી અને અહીંતહીં છિન્નભિન્ન પડી હતી તેવી લોકસાહિત્યની મહામૂલી મૂડીને એકઠી કરી અને તેને સુવ્યવસ્થિત કરીને લોકો સુધી પહોંચાડી.
જીવનનાં 23-23 વર્ષ સુધી સૌરાષ્ટ્ર, ફૂલછાબ, જન્મભૂમિ સાથે સંનિષ્ઠ અને નીડર પત્રકાર તરીકે કાર્યરત રહીને પત્રકારત્વના ક્ષેત્રે અનોખી ભાત પાડી.
પોતાના બુલંદ અને ભાવવાહી કંઠે ગીતો લલકારીને સહુને ડોલાવી દેતા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આજે પણ લોકહૈયે જીવંત છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે.
Jhaverchand Kalidas Meghani (1896-1947) was a distinguished and legendary Poet, Writer, Folklorist, Researcher, Freedom-fighter, Journalist, Social-reformer, Thinker, Orator and Singer from Gujarat.
He authored more than 100 books during a short span of 25 years. His range of work included a wide spectrum of literature: Poetry, Novel, Short stories, Drama, Biography, History, Travelogue, Folk-songs, Folk-tales, Folklore research and criticism....
As a sensitive nationalist Poet, he inspired generations with his soul-stirring patriotic songs. His songs kindled nationalistic spirit among people, especially the youth, during the freedom movement. His poems voiced sufferings, anguish, struggle and aspirations of the common man—the downtrodden, oppressed and afflicted.
He touched millions of hearts by singing in his gifted vibrant and expressive voice. As a pioneering Folklorist and Researcher, he painstakingly excavated lost treasures of folklore of Gujarat. His wanderlust took him to far-flung and extremely remote villages, mountains, rivers, ravines and deserts on foot, horses, camels, bullock-carts and ships. Given his deep knowledge and insights into folklore and literature, he single-handedly documented and revived various dimensions of folk-literature, which had, by then, almost perished and were anecdotally preserved mainly in oral form.
He was the Editor of Phulchhab, one of the most reputed newspapers of Gujarat during those days. As a fearless and fair Journalist, his contribution to the major newspapers of his time such as Saurashtra, Phulchhab and Janmabhoomi was tremendous and spanned over a period of 23 years.
He became a legend in his life time!